
દહેગામ યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા બે પ્રશ્નોની રજૂઆત માટે દહેગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દહેગામ યુવા ક્ષત્રિય સેના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તારીખ 23 9 2022 ના રોજ દેગામ તાલુકાના સુજાના મુવાડા ની દીકરીને સરકારી ડોક્ટરોની બેદરકારીથી મોત થવા પામ્યું છે તેના ન્યાય માટે દહેગામ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
દહેગામ તાલુકા શહેરમાં સરકારી દવાખાનું અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં મહિલાઓને કરાવવામાં આવતું કુટુંબ નિયોજન ઓપરેશનના કેસોમાં ડોક્ટરની હોસ્પિટલોની ઘોર બેદરકારીના કારણે મહિલાઓને કરવામાં આવતા કુટુંબ નિયોજન ઓપરેશનમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પ્રકારના કેસો પ્રતિદિન વધતા જાય છે. આ કેસમાં મૃતક મહિલાના બે સંતાનો મા વિના બની ગયા છે. ન્યાય માટે દહેગામ યુવા સાથે સેનાના પ્રદેશ અમરસિંહ ઝાલા અને તેમના સાથીદારો સાથે મામલતદાર કચેરી આવીને આ બાબતના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
મહિલાના પરિવારને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે અને બીજું આવેદનપત્ર માતર તાલુકામાં આવેલી જિંદાલ કંપનીમાં માલિકી દ્વારા મહિપતસિંહ ચૌહાણ પર કરવામાં આવેલો એટ્રોસિટી કેસ દાખલ કર્યો છે તે સાવ ખોટો છે. તે મહિપતસિંહ ચૌહાણ દ્વારા પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કર્મચારીનું શોષણ કરવામાં આવી રહ્યું છે તે સોસાયટી માટે મહિપાલસિંહ ચૌહાણ દ્વારા કંપનીઓની રજૂઆત કરવામાં આવી અંગત અદાવત ને લીધે કેસ કરવામાં તે સાવ ખોટો છે તેનો અનુસંધાનમાં ન્યાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.